અમદાવાદ,
શહેરના અજીત મીલ પાસે આવેલ સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ૧૦ ડિસેમ્બરની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ” દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા સંસ્થાના ગુજરાત પ્રદેશનાં ચેરમેન તરીકે શફીકભાઈ ઘાંચી સોપારીવાળાની વરણી કરવામાં આવી હતી તથા ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે ડો. ઊવેશખાનની વરણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાજીમ અલી સૈયદ, દિનેશ સિંગ રહેવર, મનોજ સિંગ રાજપૂત, જસવંતસિંહ બાપુ, અકીલભાઈ અન્સારી (વેરાયટી બેકરી), રિઝવાન આંબલીયા તથા જવાબદાર સાથી મિત્રો હાજર રહ્યા હતા.