(અબરાર એહમદ અલ્વી)

અમદાવાદ, તા.5

40 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું

શહેરના GPO પાસે આવેલ અહમદાબાદ સુન્ની મુસ્લીમ વકફ કમીટી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અહમદાબાદ સુન્ની મુસ્લીમ વકફ કમીટીના અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં “વકફ ગાઇડ” પુસ્તિકાનુ વિમોચન રાજ્ય વકફ ટ્રીબ્યુનલના અધ્યક્ષ એ.આઇ.શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. “વકફ ગાઇડ” પુસ્તિકામાં વકફ એક્ટ અને વકફ લીઝ રૂલ્સની જોગવાઇઓ એફ.એ.ક્યુ.ના સ્વરૂપમાં લેવામાં આવી છે.

અહમદાબાદ સુન્ની મુસ્લીમ વકફ કમીટી દ્વારા આ કર્યક્રમમાં 40 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર્સ, સામાજિક કાર્યકર્તાઑ, સેનેટરી ઈન્સ્પેકટરો, મીડિયા કર્મીઓ, પોલીસ કર્મીઓ, CEPT યુનિવર્સિટીની વિદ્યાર્થીની, ગ્રીન રિવોલ્યુસનના મેમ્બર, સુરત શહેરના એકતા ટ્રસ્ટના મેમ્બર, અમદાવાદ શહેરના કબ્રસ્તાનના કર્મચારીઓ તથા વહીવટ કરતાં તમામ લોકોનું સન્માન કરી તેમને ટ્રોફી તથા કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here