અલવિદા…… જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું નિધન

0

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી

જાણીતા કવિ ખલીલ ધનતેજવીએ 86 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી છે. જનાબ ખલીલ ધનતેજવીનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર લઈ રહ્યા હતા દરમિયાન શ્વાસની તકલીફને કારણે 86 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરીઓ સાહિત્ય રસિકોમાં પ્રચલિત છે. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ફક્ત ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. પણ સાહિત્ય જગતમાં તેમજ પત્રકારત્વમાં ખુબ જ નામના મેળવી. ખલીલ ધનતેજવીના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ છે જનાબ ખલીલ ધનતેજવીને અનેક પુરસ્કારોથી સન્માનિત કરાવવામાં આવ્યાં છે ખલીલ ધનતેજવીની કેટલીક પ્રચલિત રચનાઓ નીચે મુજબ છે

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here