Safeer News

Breaking News from Ahmedabad

દેશ

અયોધ્યા જમીન વિવાદ પર સુરજેવાલાએ કહ્યું, શ્રીરામના નામ પર દાનની લૂંટ ‘રામદ્રોહ’

ન્યુ દિલ્હી,
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ ક્ષેત્રની તરફથી કરાયેલા ચાર જમીન સોદા વિવાદમાં છે. આ સોદામાં ગોટાળાનો આરોપ છે, તેને લઇ વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ સોમવારના રોજ આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે શ્રીરામના નામ પર દાનની લૂંટ ‘રામદ્રોહ’ છે.

આની પહેલાં કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે ભાજપ નેતા ધર્મ, આસ્થા અને વિશ્વાસને વેચીને નફાની લૂંટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભગવાન રામના મંદિરના દાનની લૂંટ ‘રામદ્રોહ’ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર જમીન ખરીદીને લઇ વિવાદ થઇ રહ્યો છે તેમ છતાંય પીએમ મોદી અને યોગી ચુપ છે. સુરજેવાલાએ કહ્યું કે દીપ નારાયણ યુપીમાં ભાજપના નેતા અને ભાજપ આઇટી સેલ સાથે જાેડાયેલા છે. દીપ નારાયણ અયોધ્યાના ભાજપના મેયર ઋષિકેશ ઉપાધ્યાયના સંબંધી પણ છે. તેમણે દાવો કર્યો કે ઋષિકેશ ઉપાધ્યાય પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથના માનીતા છે. સુરજેવાલો વધુમાં કહ્યું કે દીપ નારાયણે જે જમીન ૨૦ ફે્‌બ્રુઆરી ૨૦૨૧ના રોજ ૨૦ લાખમાં ખરીદી હતી. તે જમીન ૧૧મી મે ૨૦૨૧ના રોજ રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને ૨.૫ કરોડમાં વેચી દીધી હતી. જાે જમીન ૨૨૪૭ રૂપિયા પ્રતિ વર્ગમીટરના ભાવથી ખરીદી, તો જમીન ૭૯ દિવસમાં રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને ૨૮૦૯૦ રૂપિયા પ્રતિ વર્ગમીટરના હિસાબથી વેચી દેવામાં આવી.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આદિત્યનાથ સરકારના મતે જમીનની કિંમત માત્ર ૪૦૦૦ રૂપિયા પ્રતિ વર્ગમીટર છે. તો પછી ભગવાન શ્રીરામ મંદિરના દાનને આવું કંઇ રીતે થયું? જમીન ખરીદનાર અને વેચનાર ભાજપ-આરએસએસ સાથે જાેડાયેલા છે, તો તેનો શું મતલબ છે?

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *