અમદાવાદ

શહેરના RTO કચેરી ખાતે કારની જૂની સીરિઝ પૂર્ણ થઈ હોવાથી નવી સીરિઝ GJ-01-WCના ચોઈસના નંબરો માટે ઈ-ઓકેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1 નંબરના સૌથી વધુ 4.01 લાખ ઉપજ્યા હતા. આ ઉપરાંત 1111 નંબરના પણ માટે સૌથી વધુ 2.17 લાખની બોલી લગાવાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઓક્શનમાં કુલ 698 નંબર અરજદરોને ફાળવવામાં આવ્યા હતા. જે જોતા લાગે છે લોકોમાં હજી ચોઈસ નંબર મેળવવાનો ક્રેઝ યથાવત છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈ-ઓક્શનમાં મોટાભાગના નંબર બેઝ પ્રાઈઝ પર વેચાયા હતા, જ્યારે અમુક નંબરો પર એક કરતા વધુ દાવેદાર હોવાથી ઓક્શન દ્વારા વધુ બોલી લગાવનારને નંબર ફાળવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારની નવી સીરિઝ માટે સૌથી વધુ કિંમતે 1 નંબર વેચાયો હતો. જયદીપ નામના વ્યક્તિએ આ નંબર ઓક્શનમાં 4.01 લાખમાં ખરીદ્યો હતો, જ્યારે બીજા ક્રમે સૌથી મોંઘો 1111 નંબર વેચાયો હતો. આ નંબર ધર્મિષ્ઠાબા નામની વ્યક્તિએ 2.17 લાખમાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.સિલ્વર અને ગોલ્ડન નંબરની બેઝ પ્રાઈઝમાં વદારો કરાયા બાદ લોકો હવે આ નંબરો સિવાય બાકી રહેલા નંબરોમાંથી પસંદગીનો નંબર મેળવી રહ્યા છે. ફોર વ્હીલર માટે ગોલ્ડન નંબરની કિંમત 40 હજાર અને સિલ્વર નંબરની કિંમત 15 હજાર નક્કી કરવામાં આવી છે. જ્યારે તે સિવાયના બાકી રહેલા નંબરો માટે 8000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ટુ-વ્હીલરમાં ગોલ્ડન નંબરના 8000, સિલ્વર નંબરના 3500 અને અન્ય નંબરમાં 2000 નક્કી કરવામાં આવ્યા છે. આમ ચોઈસ નંબરો મેળવવા માટે લોકોમાં હજી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here