મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા અને લાભાર્થીઓને મકાનો ફાળવ્યા. સરદાર પટેલ નગર તરીકે ઓળખાતી આ આવાસ યોજનાના રહીશોના જણાવ્યા અનુસાર 14 માળના 28 ટાવરમાં 1568 ફ્લેટ છે.
અમદાવાદમાં સરદાર પટેલ નગરના પાણીના જોડાણ એએમસી (AMC) દ્વારા કાપવામાં આવતા ત્યાંના રહીશો માટે મુશ્કેલી સર્જાઈ છે. ફાયર એનઓસી (NOC)ના અભાવે આ જોડાણ કાપવા પડ્યા છે પરંતુ રહીશોની લાચારી પણ એ છે કે, અગાઉ તેમને સરકારી આવાસના આ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમને અગાઉ નોટીસ પણ પાઠવવામાં આવી હતી. અગાઉ ગુજરાત હાઉસીંગ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છતાં પણ પરીણામ ન આવતા તેઓ મજબુર બન્યા છે. જેના કારણે રહીશોને પણ આ જોડાણ કપાતા ભારયુક્ત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગ લેવું પડી રહ્યું છે.
શહેરના નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 28 ટાવરમાં બનેલા સરદાર પટેલ નગરનું પાણીનું કનેક્શન કપાતા મુશ્કેલી વધી છે. એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા હતા.
એપ્રિલ-2017માં ગુજરાત હાઉસિંગ બોર્ડે નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1568 ફ્લેટ બાંધ્યા અને લાભાર્થીઓને મકાનો ફાળવ્યા. સરદાર પટેલ નગર તરીકે ઓળખાતી આ આવાસ યોજનાના રહીશોના જણાવ્યા અનુસાર 14 માળના 28 ટાવરમાં 1568 ફ્લેટ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે લાભાર્થીઓને મકાનો ફાળવ્યા તે સમયે જ હલકી ગુણવત્તાવાળી પાઈપો લગાવવામાં આવી હોવાથી પાઈપમાં લીકેજની સમસ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ પાઇપ બદલવામાં આવી નથી.
ફાયર એનઓસીના અભાવે આ મુશ્કેલી સર્જાઈ છે. જે માટે કેટલાક દિવસથી રહીશો સરકારી તંત્રની કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે.