અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ્પસમાં જુગાર રમતા કોર્પોરેશનના 4 કર્મચારી સહિત કુલ 7 ઝડપાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે.
કોર્પોરેશનના કોટ પાસે અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમાતો હોવાની બાતમી કારંજ પોલીસને મળી હતી. આજે ડી સ્ટાફના પીએસઆઇ મકરાણીએ છટકું ગોઠવીને 7 લોકોને તીન પત્તિનો જુગાર રમતા ઝડપી લીધા છે. જેમાં 4 આરોપી કોર્પોરેશનના કર્મચારી છે જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા. પોલીસે રૂ. 24000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

હાલ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here