ભિખારીમુકત ભારત બનાવવા કેન્દ્રની પહેલ

ભિખારીઓને ભીખને બદલે મહેનતકશ બનાવાશે, અમદાવાદ સહિત ૧૦ શહેરોમાં પાયલોટ પ્રોજેકટ

અમદાવાદ,
આપણા દેશમાં ભિખારીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં જે પણ રાજ્યોમાં જાઓ તમને લાખોની સંખ્યામાં ભિખારીઓ જાેવા મળી જશે. તેઓ ભિખ માંગીને જ પોતાનુ જીવન વ્યતિત કરતા હોય છે. ત્યારે હવે કેન્દ્ર સરકારેે અમદાવાદ સહિત દેશનાં દશ શહેરોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવાનુ નક્કી કર્યુ છે.

આપને જણાવી દઇએ કે, ભારતમાં લાખોની સંખ્યામાં લોકો ભિખ માંગતા તમને રસ્તા પર જાેવા મળી જશે. ત્યારે હવે આ ભિખારીઓ ભીખ માંગવાને બદલે મહેનત કરીને પોતાની કૈાશલ્ય શક્તિનાં માધ્યમથી સ્વનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિત દેશનાં દસ શહેરોને ભિખારી મુક્ત કરવા ટૂંક જ સમયમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા નક્કી કરાયુ છે. આ દેશને ભિખારી મુક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પહેલ છે. દેશમાં તમને લગભગ તમામ જગ્યાએ ભિખ માંગતા લોકો જાેવા મળી જશે. વળી ઘણીવાર તો એવુ સામે આવ્યુ છેે કે, માતા-પિતા પોતે જ તેમના બાળકોને ભિખ માંગવાનું કહેતા હોય છે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે અમદાવાદ ઉપરાંત નાગપુર, બેંગ્લોર, મુંબઇ, લખનઉ, દિલ્હી, ઇન્દોર, ચેન્નાઇ શહેરને પણ બેગર ફ્રી સિટી બનાવવા પહેલ આદરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને રેલ્વે સ્ટેશન પર ભિખ માંગતા બાળકો પર નજર રાખવા પણ સૂચના આપી છે કેમ કે, અહી માનવ તસ્કરીનો ભય રહેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here