કરફ્યુ દરમ્યાન જાહેરમાં નીકળનારાની પૂછપરછ

અમદાવાદ,તા.૧૦

ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રી કરફ્યૂનો સમય રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય તે માટે પોલીસ સજ્જ છે. પોલીસ દ્વારા અમદાવાદના દરેક વિસ્તારમાં રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. રાત્રે બહાર નીકળનારા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવે છે. પોલીસ અમદાવાદના દરેક વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ હાથ ધરે છે અને લોકો રાત્રી કરફ્યૂનો અમલ કરે તેવા પ્રયાસો કરે છે. જાે કે પોલીસે રાત્રી પેટ્રોલિંગ કરતા અમદાવાદના મોટાભાગના વિસ્તારો ખાલીખમ જાેવા મળે છે. મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિમાં જાે કોઈ બહાર નીકળ્યુ હોય તો તેની પુછપરછ કરવામાં આવે છે. જાે યોગ્ય કારણ જણાય તો તે વ્યક્તિને જવા દેવામાં આવે છે. જાે કોઈ અયોગ્ય કારણ સાથે બહાર નીકળે તો પોલીસ તેની પર કાર્યવાહી કરવા સજ્જ રહે છે.

અમદાવાદના ખૂણે ખૂણા પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે. પોલીસ દ્વારા પણ કોરોના સંક્રમણ ઘટાડવા રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ રાત્રી કરફયૂનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી શરુ થઈ જાય છે. અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી કરફ્યૂની અમલવારી થાય તે માટેની કામગીરી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here