અમદાવાદ : પોલીસે લીધો મોટો નિર્ણય, ઓરેન્જ એલર્ટને કારણે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

0

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના આ નિર્ણયથી લોકોને મળશે આંશિક રાહત

અમદાવાદ,તા.૦૭

અમદાવાદમાં સખત પડતી ગરમીને કારણે કેટલીક વખત લોકોને સિગ્નલ પર ઉભું રહેવું પડતું હોય છે અને તડકો તેમજ લૂ સહન કરવી પડતી હોય છે તેવામાં આજે શહેર પોલીસ દ્વારા આજે બે દિવસ માટે બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયથી લોકોને રાહત મળશે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા એક મહત્વનો અને રાહત મેળવતો નિર્ણય લોકો માટે લેવામાં  આવ્યો છે. આગલા બે દિવસની વધુ ગરમીની આગાહી હોવાને કારણે આજે અમદાવાદ પોલીસ દ્વારા એક નિર્ણયમાં જાહેર કરવામાં આવ્યું કે અમદાવાદ શહેરના ટ્રાફિક સિગ્નલ બે દિવસના ટ્રાયલ માટે બપોરે 1 થી 4 રહેશે સંપૂર્ણ બંધ. લોકોને સિગ્નલ ચાલુ હોવાને કારણે તડકામાં ઉભું રહેવું પડતું હતું જો કે આ નિર્ણય બાદ લોકોને આશિંક રાહત મળશે.

આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જો અમને ટ્રાયલમાં સફળતા મળશે તો સમગ્ર રાજ્યમાં ઉનાળાના અંત સુધી સિગ્નલ બંધ રાખવામાં આવશે. આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના ટ્વિટ્ટર દ્વારા માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here