ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના પ્રીપેઈડ રીક્ષા બુથ પર રજીસ્ટર્ડ થયેલી આ રીક્ષાઓમાં સીસીટીવી લાગશે અંદાજિત આશરે 300 જેટલી રીક્ષાઓ છે

અમદાવાદ,

અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં રીક્ષાઓ તહેનાત હોય છે. બહારથી આવતા પેસેન્જર આસાનીથી આ રીક્ષામાં બેસીને તેમના સ્થળ પર જઈ શકે છે પરંતુ કેટલાક રીક્ષા ચાલકો દ્વારા વધુ  ભાડુ પેસન્જરોને ગોળ ગોળ ફેરવીને વસૂલવામાં આવતી હોવાની વાત સામે આવી હતી જેથી પાયલટ પ્રોજ્ક્ટના ભાગરુપ 5 જેટલી રીક્ષાઓમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે જેની મદદથી ડ્રાઈવર કયા રૂટ પરથી પેેસેન્જરને સ્થળ પર પહોંચાડે છે તે બાબતનું ધ્યાન રાખી શકાશે.

ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના પ્રીપેઈડ રીક્ષા બુથ પર રજીસ્ટર્ડ થયેલી આ રીક્ષાઓમાં સીસીટીવી લાગશે અંદાજિત આશરે 300 જેટલી રીક્ષાઓ છે. જેથી વધુ ભાડું પેસેન્જરો પાસેથી ન લઈ શકે અને નિયંત્રણ રહે માટે મોનિટરીંગ માટે આ તમામ રીક્ષાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

ખાસ કરીને કેટલાક આ પ્રકારના કિસ્સાઓમાં વધુ વસુલવાની વાત પણ સામે આવી છે ત્યારે તેનું મોનિટરીંગ કરી શકાય અને પેસેન્જર છેતરાય નહીં તે હેતુથી આ પ્રકારનો પ્રયોગ શરુ કરવામાં આવશે. ખાસ કરીને આ રીક્ષાઓમાં રીક્ષા ચાલકોને ઓળખ, યુનિફોર્મ અને બેજ આપવામાં આવે છે. બુકિંગ કરનારને રીક્ષા નંબર પણ અપાશે. આ તમામ નિગરાની એરપોર્ટના કમાન્ડ કંટ્રોલ રૂમમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here