(અબરાર એહમદ અલવી)
અમદાવાદ,તા.૧૭
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલ્ યુનિક ગેસ એજન્સીમાં કામ કરતા રમેશ ભાઈ પરમાર દ્વારા નારોલ શાહવાડી ગામની સીમમાં આવેલ ખુલ્લાં ખેતરમા રાંધણ ગેસથી ભરેલા બાટલાની ગાડી લઈ જઈને તેમાં ભરેલા બાટલાને ઊંધા પાડીને ખાલી બાટલામાં આશરે ૨ થી ૩ કિલો રાંધણ ગેસ કાઢીને તેને શીલ પેક કરીને ગ્રાહકોને વેચિ દેવામાં આવે છે.
જેની માહીતિ નિધિ વોરાને મળતા તેમણે રાંધણ ગેસના બાટલામાં ચોરી કરતા લોકોની વિડીઓ ઉતારી તેમજ ફોટો પાડીને સ્થાનિક પોલીસને સાથે રાખીને રંગે હાથ્ પકડવામાં આવ્યું છે. નારોલ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામાં આવ્યો છે. નારોલ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.