ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા

અમદાવાદ,

છેલ્લાં ઘણા સમયથી “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (બદરખા પાંજરાપોળ) દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જીવદયા પ્રેમી મહેબૂબભાઈ કેરૂવાલાનું કહેવું છે કે ઉત્તરાયણના દિવસે અમને ઘણા કોલ મળ્યા હતા અને તેમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયાં હતાં. ચાઈનીઝ દોરીને કારણે પક્ષીઓ ઘાયલ થયાં છે.

“સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (બદરખા પાંજરાપોળ)ના ટ્રસ્ટી જગદીશભાઇ વાઘેલા, વોલંટિયર મહેબૂબભાઈ કેરૂવાલા અને તેમની ટીમના સભ્યો દ્વારા છેલ્લા બે દિવસમાં ૧૮થી ૨૦ જેટલા પક્ષીઓની સર્જરી કરી સારવાર આપી હતી. અને ૩૫ જેટલા પક્ષીઓ જેમને સામાન્ય ઈંજરી થઈ હતી તેમને સારવાર આપી હતી. તથા ઘણા પક્ષીઓના રેસક્યુ કરાયા હતા.

જીવદયા પ્રેમી વોલંટિયર મહેબૂબભાઈ કેરૂવાલા જણાવે છે કે, “ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવો જાેઈએ નહીં. તમારી આજુબાજુ ક્યાંય પણ દોરીના ગુચ્છા હોય, દોરી લટકતી હોય તો એનો યોગ્ય નિકાલ કરવો જાેઈએ અથવા નાશ કરવો જાેઈએ. આવી દોરીમાં વધારે પક્ષીઓ ભરાય છે અને મૃત્યુ પામતાં હોય છે. ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે, કારણ કે પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઊડતાં પક્ષીઓ દોરીને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય છે.’ આગળ જીવદયા પ્રેમી વોલંટિયર મહેબૂબભાઈ કેરૂવાલા જણાવે છે કે, “એક કબૂતરના બંને પગ દોરીથી કપાઈ ગયા હતા જેની અમે સર્જરી કરી હતી.”

ઉત્તરાયણના તહેવારમાં આવાં ઘાયલ પક્ષીઓની સારવાર અને એમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યૂ કરવા માટે ફાયરબ્રિગેડ, અનેક ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદમાં અંદાજે ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓને ખાનગી સંસ્થાઓ અને એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર આપવામાં આવી હતી. અમદાવાદમાં સૌથી વધુ કબૂતરનાં રેસ્ક્યૂ અને સારવાર કરવામાં આવી હતી. પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here