સ્ટેન્ડિગ કમિટી તરફથી મળતી માહિતી મુજબ ખસીકરણ વર્ષોથી થતું આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની કામગિરી સતત ચાલી રહી છે

અમદાવાદ,

શહેરમાં ખસીકરણના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર નારાજ જોવા મળ્યા જેમણે ખસીકરણનો આ રીપોર્ટ માંગ્યો હતો. જો કે, ખસીકરણ ચાલું જ હોવાનું સ્ટેન્ડિગ કમિટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. શહેરમાં એક બાજુ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. વધતી જતી શ્વાનની સંખ્યાની સામે ખસીકરણને લઈને બીજી બાજુ સવાલો ઉભા થઈ રહ્યા છે. 

ત્યારે સ્ટેન્ડિંગ કમિટી તરફથી મળતી માહિતી મુજબ ખસીકરણ વર્ષોથી થતું આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની કામગિરી સતત ચાલી રહી છે જેમાં 88,000થી વધુ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. 4 એજન્સીઓને આ કામગિરી સોંપવામાં આવી છે અને આ માટે 7 કરોડ રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 

કુતરાઓ વાહનો ઉપર જતાં લોકો પાછળ પડી ભસે છે અને કેટલાક સંજોગોમાં કુતરા કરડવાના કિસ્સાઓ પણ વધી ગયા છે તેમાં પણ ટુ-વ્હીલર પર રાત્રી દરમિયાન બહારથી ઘરે આવતા લોકોને કુતરાઓ કરડવાની અને પાછળ પડી ભસવાની સમસ્યા જોવા મળી છે.

અમદાવાદ શહેરમાં દરેક ગલી સોસાયટી અને નાકા પર રખડતા કુતરાઓ મળી આવે છે. રખડતા એટલે કે સ્ટ્રીટ કુતરાઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. કુતરાઓ ઉપર કેટલાક લોકો પ્રેમ અને વહાલ વરસાવતાં હોય છે. કેટલાક લોકો વહેલી સવારે કૂતરાઓને ખવડાવવા માટે નીકળી જાય છે.

જેમાની મોટાભાગની ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે કુતરાની સમસ્યા હળવી કરવા છેલ્લા જાન્યુઆરીના ડેટા જોઈએ તો અગિયાર મહિનામાં 24,148 જેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here