અમદાવાદ,તા.૩૧
ગુજરાતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે તંત્ર દ્વારા નિયમોમાં મદહઅંશે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાત્રિ કરફ્યુ યથાવત છે. પરંતુ છુટછાટ મળતાં લોકો ભૂલી ગયા છે કે સંક્રમણ ઓછું થયું છે કોરોના ગયો નથી. ત્યારે અવાર-નવાર નિયમોના ધજાગરા ઉડાવતાં હોવાના વીડિયો વાયરલ થાય છે. ત્યારે તાજેતરમાં જ વધુ એક આવો જ વિડીયો વાયરલ થયો છે.
અમદાવાદના પૂર્વમાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ૫ જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જાેઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે, રાત્રિ કરફ્યુનો સરેઆમ ઉલ્લંઘન કરી આ યુવકો ડાન્સ કરી રહ્યા છે આ યુવકોને કાયદાનો ડર લાગી રહ્યો નથી.
બેરિકેટિંગ આગળ ડાન્સ કરી રહેલા આ યુવકો કોણ છે? તથા આ વીડિયો ક્યાંનો છે જે અંગે હજુ સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. પરંતુ કાયદાના ડર વિના બિંદાસ નાચતા આ લોકો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી હાથ ધરાશે? આ લોકોને ક્યારે સજા થશે એવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here