અમદાવાદમાં મોબાઈલમાં એની ડેસ્ક ડાઉનલોડ કરાવી ગઠિયો ૭૨૦૦૦ લઈ ગયો

0

અમદવાદ,

અમદાવાદ શહેરના વાડજ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા નેપાલસિંઘ રાઠોડના એકાઉન્ટમાં તેના મિત્રએ ફોન-પે મારફત રૂપિયા ૧૪૦૦ ટ્રાન્સફર કર્યા હતા. મિત્રના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ ગયા પરંતુ નેપાલ સિંઘના એકાઉન્ટમાં જમા થયા નહોતા. નેપાલ સિંઘે કસ્ટમર કેરમાં કોલ કરી આ બાબતે ફરિયાદ કરી હતી. સામે છેડે બેઠેલા ગઠિયાએ નેપાલ સિંઘને જણાવ્યું હતું કે, તમારા રૂપિયા આવ્યા નથી માટે પ્રોસેસ કરવી પડશે તેમ કહી તેના મોબાઇલમાં એની ડેસ્ક ડાઉનલોડ કરાવી દીધું હતું અને તેનો ૯ ડીઝીટનો નંબર મેળવી લેતા નેપાલ સિંઘના મોબાઈલનો કમાન્ડ ગઠિયાના હાથમાં આવી ગયો હતો. ત્યારબાદ ગઠિયાએ નેપાલ સિંઘના એકાઉન્ટમાંથી જુદા જુદા સમયે ૭૨ હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરાવી લીધા હતા.

પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા જતા નેપાલ સિંઘે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વડુકરે વધુ તપાસ આદરી છે. સામે છેડેથી ગઠિયાએ યુવકના મોબાઇલમાં એની ડેસ્ક ડાઉનલોડ કરાવી ૭૨૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. બનાવ સંદર્ભે ભોગ બનનાર યુવકે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here