અમદાવાદમાં મેટ્રો રેલ કામગીરીના કારણે જીવરાજ બ્રિજ એક અઠવાડિયા માટે બંધ રહેશે

0


અમદાવાદ,

શહેરમાં ઠેર-ઠેર મેટ્રો ટ્રેનની મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે શહેરનો જીવરાજ બ્રિજ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. મેટ્રો રેલની કામગીરી પગલે બ્રિજ ૧થી ૭ ઓગસ્ટ સુધી બંધ રહેવાનો છે. ત્યારે લોકોને આ કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મેટ્રો રેલની કામગીરી પગલે અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ સુધીનો બ્રિજ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરાતા વાહન વ્યવહારને વેજલપુર તથા ધરણીધર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલા દિવસે મોટાભાગનાં લોકોને આ અંગેની જાણ ન રહેતા ઘણી સમસ્યા થઇ રહી છે.
જીવરાજ બ્રિજને બદલે લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે બળીયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણી બાજુએ વળી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કૂલ ત્રણ રસ્તાથી જમણી તરફ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ પર જીવરાજ બ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.

ઉપરાંત શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમાઈ માર્ગ પર સીધા માણેકબાગ ચાર રસ્તાથી જમણી બાજુએ વળીને શ્રેયસ બ્રિજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ ડો. સી.વી રામન માર્ગથી સ્વ. હરેનભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા ઉદ્યાનથી જમણીબાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણીબાજુ વળી સીધા જ જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા તો ધરણીધર ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને બ્રિજને સમાંતર સર્વિસ રોડ ઉપરથી જયદીપ ટાવર સામેના ચાર રસ્તાથી ડાબી બાજુએ વળીને જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here