માતાને બચાવવા જતા દિયરને ભાભીએ ધમકી આપી

અમદાવાદ,
શહેરના સોલામાં રહેતા વૃદ્ધાને તેમનો મોટો દીકરો અને વહુ ઝગડો કરીને બોલાચાલી કરતા હતા અને મારામારી પણ કરતા હતા. આ ઉપરાંત વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે વૃદ્ધાના નાના દીકરા સમજાવવા જતા ભાભીએ દીયરને જ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વૃદ્ધાએ મોટા દીકરા અને વહુ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

સોલામાં રહેતા ૭૫ વર્ષના વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો મોટો દીકરો ગૌતમ અને તેની પત્ની ડિમ્પલ અવારનવાર તેમની સાથે ઝઘડો કરતા હતા. અઠવાડિયા અગાઉ ડિમ્પલે ઝઘડો કર્યો હતો અને રાત્રે ગૌતમ ઘરે આવ્યો હતો ત્યારે ગૌતમ અને ડિમ્પલે સાથે મળીને વૃદ્ધાને ગાળો આપી હતી અને માર માર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની અને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. આ દરમિયાન વૃદ્ધાના નાના ૨ દીકરા વચ્ચે પડીને તેમના ભાભી ડિમ્પલને સમજાવતા હતા. ત્યારે ડિમ્પલે કહ્યું કે, હવે જાે વચ્ચે બોલ્યા છો તો તમને બંનેને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ. આ સમગ્ર મામલે વૃદ્ધાએ મોટા દીકરા અને તેની પત્ની વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here