હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા

અમદાવાદ,

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો જેમાં પૂર ઝડપે આવેલી કારે ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવારના
ચાર લોકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે. અમદાવાદ શિવરંજની પાસે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માત સર્જાયો તેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શિવરંજની પાસે પૂરપાટ ઝડપે આવેલી કારે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે ગાડી ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here