અમદાવાદ,
અમદાવાદમાં સ્કૂલમાં સાથે ભણતા છોકરો અને છોકરી પ્રેમમાં પડ્યા. બંને સાથે ફરતા પણ હતા. પરંતુ પ્રેમિકાને એક દિવસે ખબર પડી કે તેનો પ્રેમી એક નહીં બીજી પણ ઘણી છોકરીઓ સાથે પ્રેમ સબંધ રાખે છે. એટલે પ્રેમિકાએ પ્રેમી સાથેના સબંધો તોડી નાખ્યા અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. પણ પ્રેમી માનસિક બીમાર હોય તેમ રોજ પ્રેમિકાના ઘરે પહોંચીને ગાળો બોલતો હતો. ગઈ કાલે પ્રેમી અને તેનો મિત્ર પ્રેમિકાના ઘરે પહોંચી ગયા હતા. બંનેએ નીચેથી પથ્થર મારીને પ્રેમિકાના ઘરની બારીઓ તોડી નાખી હતી.

અમદાવાદના વાડજ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના ઘર પર પથ્થર મારીને બારીના કાચ તોડી નાખ્યા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વાડજ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે) સ્કૂલમાં ભણતી હતી, ત્યારે તેની સાથે રાહુલ નામનો છોકરો પણ ભણતો હતો. નિશા અને રાહુલ બંનેની મિત્રતા થઈ અને પછી પ્રેમ સંબંધ બંધાયો હતો.

રાહુલ અને નિશાના એક બીજા સાથે ખૂબ નજીકના સંબંધ વધવા લાગ્યા પણ એક દિવસ નિશાને ખબર પડી કે રાહુલને અન્ય યુવતી સાથે પણ સંબંધ છે અને તે નિશાને દગો આપી રહ્યો છે. જેથી નિશાએ રાહુલ સાથે સબંધ તોડી નાખ્યા હતા. નિશાએ રાહુલના તમામ સોશિયલ મીડિયામાં અને ફોન નંબર બ્લોક કરી દીધા હતાં.
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે નિશાને અલગ અલગ નંબરથી ફોન આવતા. જ્યારે નિશા ફોન ઉપાડે ત્યારે રાહુલ વાત કરતો હતો અને તેને ગાળો બોલતો હતો. આ બધાથી નિશા કંટાળી ગઈ હતી. હવે જે થયું તેનાથી નિશા ગભરાઈ ગઈ હતી. રાહુલ અને તેનો મિત્ર નિશાના ઘરે પહોંચી ગયા હતા અને નીચેથી ગાળો બોલતા-બોલતા પથ્થરો મારતા હતા. જેમાં નિશા ગભરાઈ ગઈ અને પોલીસને જાણ કરી હતી. નિશાએ પોલીસને ફોન કરતા હાલ પોલીસે આ ટપોરીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here