પૂર્વઝોનના અધિકારી-કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરી આ જગ્યાને, સ્પોટ, ન્યુસન્સ, ગંદકી મુક્ત કરવામાં

અમદાવાદ,

પૂર્વઝોનના લોકમાનસનો બદલાવ તથા નાગરિકોના બિહેવીયર ચેન્જની અનોખી પહેલ પૂર્વઝોનના ગોમતીપુર વોર્ડમાં આવેલ રાજપુર ગુજરાતી શાળા નં.૧૭, ૧૮ના બહારના ભાગની દિવાલની પાસે શાળાના દરવાજાની બાજુમાં આજુબાજુના રહિશો, નાગરિકો દ્વારા કચરો, ફુડ વેસ્ટ વિગેરે નાખતા હતા તેમજ ઇન્ડસ્ટ્રીયલ એકમો ખુબ જ ગંદકી કરતા હતા. આ બાબત સો.વે.મે. વિભાગના ધ્યાન પર આવતા કચરો નાખતા હતા તે જગ્યા પર કાયમી ધોરણે નિકાલ થાય તેવા પ્રયત્નોનું આયોજન કરાયેલ જે મુજબ જગ્યા ઉપર સિવીલ વર્ક, દિવાલનું રંગરોગાન, વૃક્ષારોપણ કરી ચોવીસ કલાક સુધી સિક્યુરીટી મુકી કચરાના નિકાલ માટે ગોઠવેલ વ્યવસ્થા અંગે સમજુત કરી નાગરીકો કચરો ના નાખે તે માટે સતત પ્રયત્નો કરાયેલ તેમજ આ જગ્યા ઉપર પૂર્વઝોનના અધિકારી-કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરી આ જગ્યાને, સ્પોટ, ન્યુસન્સ, ગંદકી મુક્ત કરવામાં આવેલ છે.

આ પહેલા પણ પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની પહેલ જોવા મળી હતી હકીકતમાં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને આપણે જ આગળ આવવું જોઈએ અને આપણી સમજથી કેટલાક કામ આપણે જ પાર પાડવા જોઈએ. દરેક વખતે સરકાર કરે એ પહેલા આપણાથી બનતા કામ પણ આપણે કરવા જોઈએ. જેનું ઉત્તમ ઉદાહરણ આજે આપણને જોવા મળ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here