અમદાવાદમાં ટાઈગર શ્રોફ અને તારા સુતરીયાએ ફિલ્મ ‘હીરોપંતી 2’ના બીજા ટ્રેલરનું સ્ક્રીનિંગ કર્યું

0

(રીઝવાન આંબલીયા)

વિશ્વના સૌથી યુવા એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે વિશ્વભરમાં દરેક જગ્યાએથી ખ્યાતિ મેળવી છે.

અમદાવાદ,તા.23

શહેરના એપલ મલ્ટીપ્લેક્ષ ખાતે ટાઈગર શ્રોફ અને તારા સુતરીયાએ ફિલ્મ ‘હીરોપંતી 2’ના પ્રમોશન અને બીજા ટ્રેલરનું સ્ક્રીનિંગ એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કર્યું હતું. જ્યાં સ્ટાર ઇવેન્ટમાં ટાઈગર શ્રોફના પગ મૂકતાની સાથે જ ચાહકો દ્વારા ભીડ થઈ ગઈ હતી. આજે વહેલી સવારે ટાઈગર શ્રોફ અમદાવાદ પહોંચતા જ તેના ચાહકો દ્વારા પણ ટોળા ઉમટી પડ્યા હતા. સેંકડો ચાહકોથી ઘેરાયેલી ટાઈગરની કારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ટાઈગર શ્રોફ તેની આગામી ફિલ્મ હીરોપંતી 2ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ જેમાં તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીની પણ ભૂમિકા છે તે 29 એપ્રિલે થિયેટરોમાં આવશે. જો કે, રિલીઝના દિવસો પહેલા, નિર્માતાઓએ ફિલ્મનું બીજું ટ્રેલર અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે ટાઇગરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તે જ શેર કર્યું હતું. “અસ્લી હીરોપંતી લોગો કો જીતને મેં હૈ, આ ગયા હૈ બબલૂ આપ લોગો કા દિલ જીતને” તેણે લખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here