અમદાવાદમાં છ ઝોનમાં ૨૦૬ કરોડના ખર્ચે ૮૩ આરસીસી રોડ બનશે

0

અમદાવાદ,તા.૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આરસીસી રોડ બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ ૮૩ આરસીસી રોડ માટે તમામ સાત ઝોનમાંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની વાત છે. ત્યારે વિપક્ષનુ કહેવુ છે કે હકીકતમા પૂર્વમાં પાણી ભરાવાની સમસ્યા વધુ છે.

વરસાદી સીઝનમાં દર વર્ષે અમદાવાદ શહેરમાં રસ્તા તુટી જાય છે. નાના-મોટા ખાડા પડી જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા આ માટે વરસાદી પાણી ભરાવાની સમસ્યાને જવાબદાર ગણે છે અને આથી જ્યા વરસાદી પાણી ભરાય છે તેવી ૮૩ જગ્યાએ આરસીસી રોડ બનાવામા આવશે. આ માટે ૨૦૬ કરોડનો જંગી ખર્ચ કરાશે. તંત્રનુ કહેવુ છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેવી શહેરની વિવિધ જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને તે સર્વે મુજબ ૮૦થી ૯૦ જેટલી જગ્યાઓ પર હવે આરસીસી રોડ બનાવવામાં આવશે.

આરસીસી રોડને ઝોન પ્રમાણે જાેઇએ તો અમદાવાદના સાત ઝોનમાં પાણી ભરવાના સ્પોટ કોર્પોરેશન એ નક્કી કર્યા છે. જે મુજબ જ્યાં વધુ પાણી ભરાય છે ત્યાં આરસીસી રસ્તાઓ બનાવવામાં આવશે. સૌથી વધુ ૧૧ કિલોમીટરનો રોડ પશ્ચિમ ઝોનમાં બનવાનો છે.

કોર્પોરેશને કરેલો આ ભેદભાવનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે સૌથી વધુ જરૂરિયાત પૂર્વ વિસ્તારમાં છે. કોપોરેશન પૂર્વ સાથે ભેદભાવ કરી રહી છે. હકીકતમા જાેવા જઇએ તો પૂર્વમા આરસીસીના વધુ રોડ બનાવા જાેઇએ હલકી ગુણવતાના રોડ બનવાથી રોડ વરસાદમા તુટે છે. ત્યારે સારા રોડ બનાવાને બદલે આરસીસી રોડ બનાવાનો ર્નિણય કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here