અમદાવાદમાં એક જ દિવસે ત્રણ હત્યાના બનાવથી ખળભળાટ મચ્યો

0

પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ઘરમાં ઘૂસી કરી ઘાતકી હત્યા

અમદાવાદ,તા.૧૩

અમદાવાદમાં રથયાત્રાના બીજા જ દિવસે હત્યાના બનાવોથી ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવો સામે આવ્યા છે. અમદાવાદના મેઘાણીનગર અને મેમ્કો વિસ્તારમાં અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે રામોલમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદના પહેલા બનાવની વાત કરીએ તો અમદાવાદના રામોલ વિસ્તારમાં એક પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તેની ઘાતકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પ્રેમીએ પણ પોતાનું જીવન ટૂંકાવી દેવાનો ર્નિણય કર્યો હતો. અને પ્રેમિકાના ઘરે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ બીજા બનાવની વાત કરીએ તો, અમદાવાદના મેમ્કો વિસ્તારમાં અંગત અદાવતમાં ચાર શખ્સોએ ભેગાં મળી એક યુવકની કરપીણ હત્યા કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક અને આરોપીઓ અગાઉ એક જ ગેંગમાં હતા. અને તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જ્યારે ત્રીજા બનાવ મેમ્કો વિસ્તારની પાસે જ આવેલ મેઘાણીનગરમાં સામે આવ્યો છે. મેઘાણીનગરના રામેશ્વર વિસ્તારમાં નજીવી બાબતમાં યુવકને છરીના ઘા મારીને પતાવી દીધો હતો. આ મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here