અમદાવાદમાંથી પકડાયો સાઈકલ ચોર, ૩૩ સાયકલ ચોરીને ભર્યું હતું ગોડાઉન

0

અમદાવાદ,

દિવસે ને દિવસે અમદાવાદ શહેરમાં હવે સાઈકલ ચોરીની ઘટનાઓમાં વધારો નોધાયો હતો જેને ધ્યાનમાં લઇ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરતા આરોપી સુધી પોહ્‌ચવામાં સફળતા મળી હતી. સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી અને તેણે કરેલું કારસ્તાન જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ.

કોરોના કાળમાં શોર્ટકટથી પૈસા કમાવવા માટે અમદાવાદના એક ગઠિયાએ સાઈકલ ચોરીનો ‘ધંધો’ શરૂ કર્યો. બદલાતા સમયની સાથે ચોરીની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ ગઈ છે. તમે કાર કે બાઈકની ચોરી વિશે સાંભળ્યું છે. પરંતુ અમદાવાદના એક ગઠિયા પાસેથી ચોરેલી સાઈકલનું આખું ગોડાઉન ઝડપાયું છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના PI કે.જે.ઝાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી પ્રેમ પરમાર ટ્યુશન ક્લાસીસ, કે ફ્લેટમાં રેકી કરતો હતો અને મોકો મળે કે તરત જ સાઈકલની ચોરી કરતો હતો. આરોપી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ CCTVના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ સાયકલ ચોરી સિવાય મોટા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો માસ્ટર માઈન્ડ સાયકલ ચોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફ્લેટમાં કે ટ્યુશન ક્લાસીસ બહાર કોઈ શંકાસ્પદ વ્યક્તિ અવરજવર કરતો હોય તો પોલીસને સંપર્ક કરવો જરૂરી છે. નહીં તો તમારી સાયકલ કે પછી જરૂરી સામાનની ચોરી થઈ શકે છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી સાઈકલની ચોરી થતાં લોકો કંટાળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here