અરોગ્ય વિભાગને ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યું
અમદાવાદની એક જાણીતી રેસ્ટોરન્ટમાંથી ફરી એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી એક ગ્રાહકે પિત્ઝા ઓર્ડેર કર્યા હતા, જોકે પિત્ઝાનું બોક્ષ ખોલ્તાજ 10-15 જીવડા નીકળ્યા હતા. આ અંગે અરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. અરોગ્ય વિભાગને ગ્રાહકની ફરિયાદ મળતાજ લાપીનોસ પિત્ઝા ને સીલ કરવામાં આવ્યું છે. કલગી ચાર રસ્તા પાસે આવેલા લાપીનોસ પિત્ઝા રેસ્તોરેન્ટને સીલ કરી દંડ ફટકારવા માં આવેલ છે.