અમદાવાદના પટવાશેરી વિસ્તારમાં પાઇપ લાઈન નાખ્યા બાદ રોડ બનાવવામાં આવતું નથી, સ્થાનિકોને હાલાકી

0

અબરાર અલ્વી

અમદાવાદ,
શહેરના ખાડીયા વોર્ડમાં આવેલા પટવાશેરી વિસ્તારમાં આવેલ બીલાલ મસ્જીદથી પેરિસ હોટલ સુધી અંદરનો ચાલવાનો રસ્તો ખોદીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાઇપલાઇન નાંખવામાં આવી હતી. ત્યાર પછી પાઈપલાઈન નાખ્યા બાદ રસ્તો એક વર્ષથી બનાવવામાં આવ્યો નથી. હાલ ચોમાસાની ઋતુ હોવાના કારણે ખાડામાં પાણી ભરાઈ જતાં આવતા જતા લોકોને અને વાહન ચાલકોને તકલીફ પડે છે. આ વિસ્તારમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ વસવાટ કરે છે આ સમસ્યાનો નિકાલ લાવવા અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરવામાં આવી છે પરંતુ અરજીઓનો આજદિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યું નથી.

સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ અરજીઓ

પટવાશેરીના સ્થાનિકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય તથા કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો નિકાલ આવતો નથી જેના કારણે તંત્ર સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here