અમદાવાદ,

શહેરના પટવાશેરી ખાતે સંજરી એક્સપ્રેસ (સાપ્તાહિક ન્યુઝ પેપર) તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અજય કુમાર ચૌધરી (IPS, સંયુક્ત પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર), અતીથી વિશેષમાં શ્રી વિજય પટેલ (IPS), શ્રી એસ.કે ત્રિવેદી (ACP) C ડિવિઝન, શ્રી ડી. વી. તડવી (કારંજ PI), રિપબ્લિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા છિપા વેલ્ફેર હાઈસ્કૂલના અંજુમબેન રજવી સહિત મહોલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવાનું સેવાકીય કામ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી અજય કુમાર ચૌધરીને સંજરી એક્સપ્રેસ સાપ્તાહિકના તંત્રી આમિર શેખે મોમેન્ટો આપી તથા મેનેજિંગ તંત્રી હાશિમ શેખે શાલ ઓઢાઢીને સ્વાગત કર્યું હતું. રિપબ્લિક હાઈસ્કૂલના પ્રિન્સિપાલને શબ્બીરભાઈ ભાઈ શિકારીએ શાલ ઓઢાઢીને બહુમાન કર્યું હતું અને છિપા વેલ્ફેર હાઈસ્કૂલના અંજુમબેન રજવીનું પોલીસ ફાઇલ ન્યૂઝ પેપરના તંત્રી બિલાલ લુહારે બુકે આપી અભિવાદન કર્યું હતું.

આ પ્રોગ્રામની શરૂઆતમાં આઠ વર્ષની વિધાર્થિનીએ નારી શક્તિની વાત કરી હતી અને આ કાર્યક્રમમાં શ્રી અજય કુમાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “દરેક સમાજમાં શિક્ષણ ખુબ જ મહત્વનું હોય છે અને આ સેવાકીય કાર્યમાં હાજરી આપીને સહભાગી થવા બદલ ગર્વની લાગણી અનુભવું છું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here