અમદાવાદના પટવાશેરીમાં રહેતો યુવક વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને લાપતા… !!

0

અમદાવાદના ત્રણ દરવાજા, બાગબાન હોલ, પટવાશેરીમાં પોતાના માતા-પિતા અને પરિવાર સાથે રહેતો યુવક મોહંમદ વસીમ અહેમદ શેખ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી લાપત્તા થઇ ગયો

અમદાવાદ,તા.૧૧

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે અને આવા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સમાજના કેટલાય પરિવારોના મોભીઓએ કંટાળીને આત્મહત્યા કરી છે ‘કાં’ તો લાપત્તા થઈ ગયા છે !

અમદાવાદ શહેરના ત્રણ દરવાજા, બાગબાન હોલ, પટવાશેરીમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાના માતા-પિતા અને પરિવાર સાથે રહેતો યુવક મોહંમદ વસીમ અહેમદ શબ્બીર અહેમદ શેખ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી લાપત્તા થઇ ગયો છે. ઘરના સભ્યોએ તેના મોબાઈલ પર સંપર્ક કરતાં મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે. આવા અણધાર્યા બનાવથી ઘરના પરિવાર ઉપર આભ તુટી પડ્યું હોય તેમ વડીલોમાં ચિંતા અને શોકનું ગમગીન વાતાવરણ છવાઈ ગયું છે.

વધુ માહિતીમાં જ્યારે માતા સલમાબાનુ શબ્બીર એહમદ શેખ પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી છે અને પિતા શબ્બીર અહેમદ પણ હૃદય રોગના દર્દી છે તેમની પણ થોડા સમય પેહલા જ હાર્ટની સર્જરી કરાવી છે. જ્યારે આવા સમયે ઘરના સભ્યોએ ચારેબાજુ શોધખોળ કરતા માલુમ પડ્યુ કે, વડીલોની જાણ બહાર વ્યાજખોરોએ પુત્ર વસીમ એહમદને રૂપિયા વ્યાજ પેટે આપ્યા હતા તેની પરિવારના કોઈપણ સભ્યોને જાણ ન હતી. પરિવારના સભ્યો જણાવે છે કે, જાે આવા વ્યાજખોરોએ અમારા પુત્રને લાપત્તા કર્યો હશે તો
તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. આજે અમે સ્થાનિક કારંજ પોલીસ સ્ટેશનમાં પણ “જાણવા જોગ’ ફરિયાદ પણ કરેલ છે.

ગુમ થનાર વસીમ શેખના પિતા જણાવે છે કે, “આવા વ્યાજખોરોના જાેર જુલમ અને ત્રાસથી અમારો પરીવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને અમારા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય એવું લાગી રહ્યું છે. અમારા પુત્ર વસીમની પત્ની અને બાળકોની સંપૂર્ણ જવાબદારી પણ આજે અમારા ઉપર આવી પડી છે. સ્થાનિક પોલીસ સ્ટેશન, કારંજના પી.આઈ. ને પણ અમોએ જાણ કરેલ છે તેમજ “એફ.આઈ.આર.” પણ નોંધેલ છે અને અમારા પુત્રની આટલા દિવસથી કોઈપણ ખબર સુધ્ધા અમને નથી કે તે ક્યા છે ? માટે જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ કે, જાે કોઈને પણ અમારા પુત્રની જાણ કે ખબર થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ અથવા અમારો સંપર્ક
કરે.”

વધુમાં પિતા શબ્બીર અહેમદ જણાવે છે કે, અમે ગુજરાત સરકારના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રૂબરૂ મળીને આ વિશે જાણ કરીશું કે આવા વ્યાજખોરોના ત્રાસ સામે ગુજરાત સરકાર તરફથી કડકમાં કડક કાયદો અમલમાં આવે અને આવા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલીને વ્યાજખોરોથી ગુજરાતના પરિવારોને
મુક્ત કરાવે એવી અમારી ગુજરાત સરકારશ્રીને નમ્ર ભરી વિનંતી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here