અમદાવાદ,તા.31
શહેરના જમાલપુર ખાતે આજ રોજ તારીખ 31/12/2021 શુક્રવારે રાજ્યની સૌથી મોટી “Happy New year 2022″ની થીમ વાળા પતંગનું ઉદ્દઘાટન (B.S KITE🪁) લતીફ ભાઇ રંગરેજની દુકાન ઉપર જમાલપુર ખાતે સાબીર કાબલીવાલા (AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉદ્ઘાટનમાં એડવોકેટ શમશાદ પઠાણ (AIMIM અમદાવાદ શહેર પ્રમુખ), ફરીદાબેન ઘાંચી (AIMIM અમદાવાદ શહેર મહિલા પ્રમુખ), મ્યુનિસિપલ કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલા, ઈમ્તિયાઝ ખાન પઠાણ એડવોકેટ (AIMIM અમદાવાદ શહેર લીગલ સેલ પ્રમુખ), શાહનવાઝ ખાન પઠાન (AIMIM અમદાવાદ શહેર યુવા પ્રમુખ) તથા તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ અને વોર્ડના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.