અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ

0

મુંબઈ,

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની સોમવારે સાંજે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. આ કેસને લગતા અમારી પાસે પૂરતા પૂરાવા છે.

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો આ કેસ આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. જોકે, રાજ કુન્દ્રાએ પોતે કંઈ ખોટું કર્યું નથી તેમ જણાવતા આ કેસમાં આગોતરા જામીન માંગ્યા હતા. એક અહેવાલ પ્રમાણે પોલીસે ગત સપ્તાહે બે એફઆઈઆર નોંધી હતી અને નવ લોકોને કથિત રીતે એક્ટર્સને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ સીન શૂટ કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મોને પેડ મોબાઈલ એપ્લિકેશન પર રિલીઝ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ક્રાઈમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલી ઘટના નથી જ્યારે રાજ કુન્દ્રા વિવાદોમાં રહ્યા છે, અગાઉ પણ તેઓ ઘણા વિવાદોમાં આવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here