‘અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં…’ ખલીલ ધનતેજવીના શબ્દોમાં લખાયેલી અને જગજિત સિંહના કંઠમાં ગવાયેલી આ રચના ગમે ત્યારે સાંભળો ત્યારે તમારા દિલને સ્પર્શે જ છે અને જાણે આ ગીતની જ પરિસ્થિતિને બયાં કરતી તસવીર મુંબઈના બાંદ્રા વિસ્તારની છે. જ્યાં એક એનજીઓ દ્વારા મફતમાં રાશન આપવામાં આવી રહ્યું હતું અને લોકો કોરોનાનો ડર ભૂલીને પેટની ભૂખને સંતોષવા માટે ભર બપોરે તડકામાં લાંબી લાઈનમાં ઊભા રહીને પોતાનો નંબર આવવાની રાહ જાેઈ રહ્યા હતા. આ તસવીરમાં જરૂરિયાત, મજબૂરી અને ભય ત્રણેય એક સાથે ડોકાઈ રહ્યા છે અને કાળા માથાનાં માનવીની લાચારીનો ઉપહાસ કરી રહ્યા હોય એવી પ્રતીતિ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here