અમદાવાદ,તા.૨૫
પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટિ્‌વટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ નામના આ શખ્સે પીએમ કેયર્સ ફંડમાં કરેલા ડોનેશનનો સ્ક્રિનશોટ આપ્યો છે. તેમણે જણાવ્યુ છે કે, “૨.૫૧ લાખ રૂપિયા ડોનેશનમાં આપ્યા છતાં મારી માતાને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઈ શકી નહીં. બીજી લહેરમાં તો માતાને ખોઈ ચૂક્યો છું ત્રીજી લહેરમાં બેડ માટે કેટલા રૂપિયા ડોનેટ કરું તો મને પણ બેડ મળી શકશે. જેનાથી હું મારા પોતાને બચાવી શકું”.
વિજયે આ ટિ્‌વટને પીએમઓ, રાજનાથ સિંહ, RSS, સ્મૃતિ ઈરાની અને ત્યાં સુધી કે, રાષ્ટ્રપતિ ભવનને પણ ટૈગ કર્યુ છે. કેટલાય લોકોએ વિજયના ટિ્‌વટમાં પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ પીએમ કેયર્સને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે વિજય પરીખે પણ કેટલાય ટિ્‌વટના જવાબ આપતા દેશહિતમાં ડોનેશન કર્યુ હોવાની વાત જણાવી હતી, કેટલાય લોકોએ તેમને જૂના ટિ્‌વટ યાદ અપાવ્યા હતા, જેમાં તેમણે મોદી સરકારના વખાણ કરતા નજરે પડે છે.
ડોનેશનનું ટિ્‌વટ કરનારા વિજય પરિખ ૨૦૧૦થી ટિ્‌વટર પર છે. ભાજપ અને પીએમ મોદીની નીતિઓને સમર્થક રહ્યા છે. તે પીએમ મોદીના ટિ્‌વટને રિટિ્‌વટ પણ કરતા આવ્યા છે. નોટબંધી દરમિયાન પણ તેમણે પીએમ મોદીના સમર્થનમાં ટિ્‌વટ કરીને લખ્યુ હતું.
વિજય પરીખનું આ નવુ ટિ્‌વટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આ લખાય છે, ત્યાં સુધીમાં ૧૨ હજારથી વધારે લાઈક્સ અને ૫ હજારથી વધારે રિટવ્ટિ આવી ચુક્યા છે. તેમના આ ટિ્‌વટ પર જવાબ આપતા કેટલાય લોકોએ કહ્યુ હતું કે, તે પોતાના પૈસા બરબાદ કરી રહ્યા છે. આટલુ થવા છતાં પણ વિજય પોતાની હિમ્મત બતાવતા જણાવે છે કે, પૈસા મહત્વના નથી, તે પોતાની આખી સંપતિ ડોનેટ કરી શકે છે, પણ કોઈને આવી રીતે દુખ સહન ન કરવુ પડે, જે તેને સહન કરવુ પડ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here