અંકલેશ્વર : થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકી રૂખસારના પરિવારની મુલાકાત લેતા જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ

0

અંકલેશ્વરના મીરાનગરથી ગુમ બાળકી રૂખસારની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના રાજપીપળા ચોકડી મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી રૂખસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ પણ શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે, જો કે અત્યાર સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી. બાળકીના પરિવારજનોએ સોશિયલ મિડિયા થકી તેમજ વિવિધ માધ્યમો થકી રૂખસારનો ફોટો વાયરલ કરી તેની જાણકારી આપનાર વ્યક્તિને ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે તેમ છતાં દીવસોના દીવસો વીતી ગયા તો પણ બાળકીનો કોઈ અતો પતો લાગ્યો નથી.

એવામાં જ નવનિયુક્ત પોલીસ વડા લીના પાટીલ એ આજરોજ રૂખસારના ઘરની મુલાકાત લઇ આજુબાજુના રહીશોને પણ રૂખસાર વિશે પુછતાછ આરંભી હતી તેમજ વધુમાં તેઓએ પ્રજાજોગ અપીલ કરી હતી કે રૂખસારની ભાળ મળે તો જીઆઇડીસી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આમ છેલ્લા કેટલાય દીવસોથી ગુમ રૂખસારના મામલે હવે એસ.પી. ડો. લીના પાટીલે સ્વયં રસ દાખવી પરિવાર સુધી પહોંચી તેઓને સાંત્વના પાઠવી ગુમ રૂખસારને શોધવા માટેના પ્રયત્નો તેજ કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here